રાજકોટ સહિત રાજયભરમાં આજે સર્વરમાં ધાંધીયા સર્જાયા હતા. જેમાં કચેરીઓમાંથી આપવામાં આવતા ૭/૧ર-૮/અ-નમુના નં.૬ની નકલો નીકળવાનુ સવારથી બંધ થઇ ગયું હતુ. જેના કારણે ગામડાઓ અને રાજકોટથી આવતા એનેક અરજદારોમાં દેકારો બોલી ગયો હતો, રાજકોટ તમામ મામલતદાર કચેરીમાં એનેક લોકોને ધરમના ધકકા થયા હતા, અરજદારો મામલતદારો પાસે દોડી ગયા હતા, પરંતુ ગાંધીનગરથી જ સર્વર ડાઉન હોય સવારથી કામ કરતુ અટકી ગયું હતુ઼. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૮ થી ૧૦ દિવસ પહેલા આવી સ્થિતિ સર્જાઇ હતી,