આગામી 22 જાન્યુઆરીનાં રોજ અયોધ્યામાં યોજાનાર રામલલ્લાનાં ઐતિહાસિક પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં ભારે ઉત્સાહનો માહોલ છવાયો છે. રાજકોટ શહેરમાં પણ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. આ દિવ્ય અવસરને વધાવવા ઠેર-ઠેર વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. ત્યારે સંતકબીર રોડની 1100 દુકાનો પર રોશની કરવામાં આવી છે. 22 જાન્યુઆરીએ સૌથી મોટી રંગોળી તેમજ પ્રસાદ વિતરણ સહિત વિવિધ કાર્યક્રમો પણ આ વિસ્તારમાં યોજાનાર છે. શહેરના પોષ વિસ્તાર સંત કબીર રોડ ઉપર આવેલા ઇમિટેશન વેપારીઓએ પોતાની દુકાનોને રોશનીથી શણગારી દઈ રામલલ્લાને આવકારવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં આ વિસ્તારમાં આવેલી 1100થી વધુ દુકાનો રોશનીથી શણગારીને રામ ભગવાનની વિશાળ પ્રતિકૃતિ પણ ગોઠવવામાં આવી છે. જ્યારે 22 તારીખે સૌથી મોટી રંગોળી બનાવવાનું તેમજ રાત્રે પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટની ઇમિટેશન બજારની 1100 દુકાનો રોશનીથી ઝગમગી ઉઠી
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -