કહેવાય છે કે, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી તેવી જ રીતે રાજકોટના સ્મિત ચાંગેલા નામના યુવકે નાકેથી ટાઈપીંગ કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યુ. તેમજ આ યુવાન નાનપણથી જ ન્યુરોપેથી નામના રોગથી પીડાય છે. અને જન્મના ત્રણ મહિના બાદ બીમારીમાં સપડાવવાને લીધે સ્મિતના પણ હાથ-પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. હાલ સ્મિત B.comના અભ્યાસની સાથે યુપીએસસીની પરીક્ષા પાસ કરીને IAS ઓફિસર બનવા માંગે છે. તેમજ સ્મિત નાકના ટેરવેથી ટાઈપિંગ કરવામાં માહેર છે. એક મિનિટમાં સ્મિતે 151 કેરેક્ટર ટાઇપ કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. છેલ્લા ત્રણથી ચાર વર્ષથી સ્મિત નાકેથી ટાઇપિંગ કરે છે.