રાજકોટના સાંસદ મોહન કુંડારીયાએ આજે રાજકોટ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધીહતી જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 9 વર્ષ પૂર્ણ થતા આજ રોજ રાજ્યસભાના સાંસદ તેમજ રાજકોટના સાંસદ દ્વારા રાજકોટના ચૂંટાયેલા ધારાસભ્યો તેમજ પદાધિકારીઓની હાજરીમાં કેન્દ્ર સરકારે સૌરાષ્ટ્રને આપેલી વિકાસની ભેટ અંગે માહિતી આપવામાં આવી હતી આ દરમિયાન રાજકોટના અતિ મહત્વના બે પ્રોજેક્ટ કે જેમના પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી નજર છે તેવા એઇમ્સ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ અંગે માહિતી આપી આગામી દિવાળી પૂર્વે એઇમ્સ ફૂલ ફ્લેજમાં તેમજ એરપોર્ટનું પણ લોકાર્પણ થઇ જશે તેવો દાવો રાજકોટના સાંસદ દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આગામી 1 જુલાઈથી ઇલેક્ટ્રિક એન્જીન મારફત ટ્રેન અમદાવાદ રાજકોટ વચ્ચે દોડવા લાગશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે.તેમજ ગોંડલ ચોકડીના નવા પુલવિશે ની વાત પણ કારવમાં આવી હતી.