સરકાર દ્વારા દર વર્ષે સમગ્ર ગુજરાતમાં વન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેના અનુસંધાને આજરોજ રાજકોટ મહાનગરપાલિકા તથા સામાજિક વનિકરણ વિભાગ રાજકોટના સંયુક્ત ઉપક્રમે 74માં વન મહોત્સવ-2023નો કાર્યક્રમ આઇ.પી.મિશન હાઈસ્કુલ, હોસ્પિટલ ચોક ખાતે મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, ડેપ્યુટી કમિશ્નર અનિલ ધામેલિયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, દંડક સુરેન્દ્રસિંહ વાળા,બાગ બગીચા અને ઝૂ કમિટીના ચેરમેન અનિતાબેન ગોસ્વામી,વન વિભાગના એ.સી.એફ, કોટડીયા, આર.એફ.ઓ. વિક્રમસિંહ પરમાર, બારૈયા, મોકરીયાબેન, વાળાબેન, ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ ચૌહાણભાઈ સહિતના અગ્રણીઓ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.