રાજકોટના શીતલ પાર્ક વિસ્તારમાં એક યુવક યુવતીની છેડતી કરતો હોવા બાબતે વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રાજકોટમાં મહિલાઓની સુરક્ષાને લઈને ફરી એકવાર સવાલ ઉભા થયા છે. જેના પગલે શહેરમાં ચકચાર મચી ગઈ છે. સમગ્ર વિડીયો બાબતે લોકોમાં આક્રોશ છવાયો છે લોકો સોશિયલ મીડિયા પર આ ઘટનાની સખત નિંદા કરી રહ્યા છે