રાજકોટના વોર્ડ નંબર 13માં, ગોંડલ રોડના ઓવરબ્રિજ નીચે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોકળા સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું.આ સફાઈ કામગીરી દરમિયાન, પાણીની એક મુખ્ય લાઇન તૂટી ગઈ છે.આ ઘટનાને કારણે અમુક વિસ્તારોમાં પાણી મળતું બંધ થઈ ગયું છે, જેનાથી સ્થાનિક રહેવાસીઓને મુશ્કેલી પડી રહી છે.મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા તૂટેલી લાઇનને રીપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.