રાજકોટના રસરંગ લોકમેળામાં રાજકતો ઉપરાંત સૌરાષ્ટ્રભરમાંથી લોકો ઉમટી પડે છે ત્યારે આ મેળામાં આવતા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં ખાણીપીણીના વેપારીઓ ઉપર આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા ધોંસ બોલાવવામાં આવી હતી મેળાના બીજા દિવસે સવારે આરોગ્ય તંત્રના અધિકારીઓ દ્વારા મેળામાં રાખેલ ખાણીપીણીના તમામ સ્ટોલ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ દરમિયાન અનેક સ્ટોલમાંથી મોટા પ્રમાણમાં વાસી ખોરાક મળી આવતા 227 કિલો વાસી ખોરાકનો ઘટનાસ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો.