29.3 C
Ahmedabad
Monday, June 16, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટના રણછોડનગર વિસ્તારમાં 10 થી 12 કારના કાચ તોડી ને તેના અંદર રહેલી કિંમતી વસ્તુઓ ચોરી કરતા બે શખ્સો CCTV માં કેદ…


રાજકોટ શહેરમાં કારના કાચ તોડ ગેંગ સક્રિય થતા શહેરમાં ભય નો માહોલ ઉભો થયો છે. રાજકોટના રણછોડનગર વિસ્તારમાં 10 થી 12 કારના કાચ તોડી ને તેના અંદર રહેલી કિંમતી વસ્તુઓ ચોરી કરતા બે શખ્સો CCTV માં કેદ થયા છે. આજે વહેલી સવારે 5:00 – 5:30 વાગ્યા ના અર્સામાં કારના કાચ તોડવા વાળા શખ્સો રણછોડનગર વિસ્તારમાં ઘણી કાર ને નિશાનો બનાવી તેના અંદર પડેલી કિંમતી વસ્તુઓ ને લઇ જતા વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો છે. રણછોડનગર વિસ્તારના લોકો કે જેની કારના કાચ તૂટ્યા છે તેઓ એ મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પહેલી વખત આ પ્રકાર ની ઘટના બની છે. વહેલી સવારે કારમાં આવેલા 2 શખ્સો એ કાર કાચના તોડી ને તેના અંદરથી કિંમતી વસ્તુઓ લઇ ગયા છે. આ સાથે રણછોડરનગર શેરી નં ૧ માં પડેલી કાર ના કાચ તોડી ને તેની અંદર રહેલી લાયસન્સ વાળી GUN ચોરાઈ છે. GUN ચોરી ને લઇ જતા પોલીસ માટે ચિંતા નો વિષય બન્યો છે. ઘર પાસે પાર્ક થયેલી કારના કાચ તોડી નાખવામાં આવતા લોકોમાં ચિંતા સર્જાઈ છે. રણછોડનગર શેરી 16 અને 5 માં 4થી 5 કારના કાચ તોડી નાખવામાં આવ્યા, આ સાથે અન્ય વિસ્તારમાં પણ કારના કાચ તૂટવાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલ આ પ્રકાર ઘટના પ્રકાશમાં આવતા રાજકોટ શહેર આખામાં ચિંતા નો માહોલ દેખાઈ રહ્યો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -