29.9 C
Ahmedabad
Tuesday, June 17, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટના મેયર સિટી બસમાંથી ઉતરીને પગપાળા કચેરીએ પહોંચ્યા, સરકારી વાહનોનો આજે ઉપયોગ ન કર્યો…


 

રાજકોટ મહાનગરપાલિકામાં આજરોજ મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ સરકારી ગાડી વગર પહોંચ્યા હતા. રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા સિટી બસમાં ભૂતખાના ચોક ઉતર્યા ત્યાંથી ચાલીને આવ્યા મનપા કચેરીએ પહોંચ્યા હતા જયારે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર પોતાની પ્રાઇવેટ કાર લઈને પહોંચ્યા હતા. મનપાના ડેપ્યુટી કમિશનર સી.કે.નંદાણી સાયકલ લઇને આવ્યા હતા. આ સાથે રાજકોટના અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ મહાનગરપાલિકાની સરકારી વાહન વગર પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકા ની છેલ્લી મળેલી સ્ટેન્ડિંગ કમિટી ની બેઠકમાં દરખાસ્ત મુકાઈ હતી કે મહિનાના એક સોમવારે મનપા પદાધિકારીઓ અને અધિકારીઓ સરકારી વાહન નો ઉપયોગ નહીં કરે તે દરખાસ્ત ને પસાર કરવામાં આવી હતી, જેને લઈને આજ રોજ મોટા ભાગના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સરકારી વાહન વગર મનપા કચેરીએ પહોંચ્યા હતા.

 

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -