રાજકોટમાં શ્રાવણ માસની ભક્તિભાવપૂર્વક લોકો ઉજવણી કરી રહ્યા છે ત્યારે સિટી ન્યૂઝ દર્શકો માટે લઈને આવ્યું છે વિશ્વેશ્વર મહાદેવ મંદિરના દર્શનની ઝાંખી શહેરના મવડી રોડ ઉપર આવેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિર 70 વર્ષ જૂનું મંદિર છે અંહી દરરોજ હજારો ભક્તો દેવાધિદેવના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન અનોખો શણગાર કરવામાં આવે છે સવાર સાંજ પૂજા, અર્ચના સહિતના આયોજનોમાં ભક્તોની ભારે ભીડ જામતી હોય છે મંદિરના પ્રાંગણમાં જ ગૌશાળા થકી ગૌમાતાની પણ સેવા કરવામાં આવી રહી છે