32.8 C
Ahmedabad
Monday, May 12, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટના ભાજપ કૉર્પોરેટરની પોસ્ટને લઈને શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ આપી પ્રતિક્રિયા


ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ અને સીઝ ફાયર મુદે રાજકોટ ભાજપના નગરસેવકની પોસ્ટનો મામલો સામે આવ્યો છે. વોર્ડ નંબર 10ના ભાજપ કૉર્પોરેટર ચેતન ભાઈ સુરેજાની પોસ્ટને લઈને શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ  મીડિયા સાથે વાત કરી કહ્યું હતું કે આ પોસ્ટની મને સમાચાર માધ્યમો તરફથી આ વાતની ખબર પડી છે. આ ઈમેજ તેઓએ હ્યુમર ઇમેજ તરીકે ફોરવર્ડ થઈને તેઓ પાસે આવતા પોસ્ટ કરી હોવાનું ચેતન સુરેજાએ જણાવી ખુલાસો કર્યો છે. અને પોતે માફી પણ માંગી છે કે આ બાબતે તેઓની ચૂક થઈ છે.  આ મામલે અમે પ્રદેશ કક્ષાએ જાણ કરી છે, વર્તમાન સમયમાં આવી પોસ્ટ ન કરવી જોઈએ. આ મામલે ચેતનભાઈનો ઇરાદો અન્યથા ન હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -