રાજકોટના ભગવતીપરાની વિજયવન સોસાયટીમાં રહેતાં અને પોતાની જ્ઞાતિના માતાજીના ભુવા એવા યુવાનના ઘરમાં પડોશી ત્રણ મહિલાઓએ ડેલી પર હથીયારો ફટકારી તોડી અંદર ઘુસી જઇ યુવાનના ફઇની દિકરીને ‘તું કેમ અમારી છત પર જોવે છે?’ તેમ કહી ગાળો દઇ ધમાલ મચાવ્યા બાદ પડોશી મહિલાઓના પુરૂષ સભ્યોએ ટોળકી રચી છરી, પાઇપ, તલવાર સાથે ઘરમાં ઘુસી ભય ફેલાવી ઉપરના માળે ચડી જઇ માતાજીના ભુવા યુવાનને આજે તો તને મારી જ નાંખવો છે કહી ખેંચીને બહાર શેરીમાં લઇ જઇ તલવાર-છરીના ઘા ઝીંકી, પાઇપ ફટકારી હાથ ભાંગી નાંખી આતંક મચાવતાં તેમજ વચ્ચે પડેલા ભુવાના માતા-બહેનને પણ માર મારતાં પોલીસે કાર્યવાહી કરી છે. જેમાં પોલીસે ફરિયાદ પરથી આરોપીઓ વિરુધ્ધ આઇપીસી ૩૦૭, ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૪૪૯, ૪૨૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૩૫ મુજબ રાયોટીંગ-હત્યાની કોશિષ, તોડફોડનો ગુનો નોંધી ત્રણને સકંજામાં લઇ પુછતાછ આદરી બાકીના આરોપીઓની શોધખોળ યથાવત રાખી છે.
રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં 15 થી 20 લોકો ના ટોળાએ કર્યો એક પરિવાર પર હુમલો…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -