રાજકોટના જુના દરબારગઢ નજીક બેડી નાકા પાસે અંદાજીત 400 વર્ષ પહેલા રામજી મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે અયોધ્યામાં રામ મંદીર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. જે અંતર્ગત રાજકોટના આ રામજી મંદીર ખાતે પણ વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જેમાં આવતીકાલે કળશ યાત્રા યોજાવમાં આવશે. જે સમગ્ર કાર્યક્રમની માહિતી આપવા માટે વિસ્તારના આગેવાનો અને રાજકોટના પૂર્વ મેયર જનક કોટકે સીટી ન્યુઝની મુલાકાત લીધી હતી.