શ્રી મદ પ્રભૂચરણ શ્રી વિઠ્ઠલનાથજીનો પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત ચરનાટ હવેલી પ્રહલાદ પ્લોટ વિસ્તારમાં માગશર વદ-9ને શુક્રવાર તારીખ 5 -1 ના દિવસે “શ્રીના” વિવિધ મનોરથો તેમજ તિલક આરતી દર્શન બપોરે 1 વાગ્યે ચરનાટ હવેલીમાં રાખવામા આવેલ છે. આયોજકો સિટી ન્યૂઝની મુલાકાતે આવી વધુમાં જણાવ્યુ કે, સાંજે 5:30 વાગ્યે ઉત્સવ નાયક શ્રી ગૂસાઈજીની ભવ્ય શોભાયાત્રાનો શુભારંભ થશે. જે પ્રહલાદ પ્લોટ થી કર્ણપરા ચોક થઈને પેલેસ રોડ થઈ પુનઃ ચારનાટ હવેલી ખાતે શોભાયાત્રા પૂર્ણ કરી ધર્મસભા પૂર્ણ થશે. જેમાં ધર્મસભામાં ગોસ્વામિ બાળકો દ્વારા શ્રી ગૂસાઈજીનાગુણગાન તેમજ વધાઈ કીર્તન અને આપશ્રીના કેસરી સ્નાનનો લાભ લેવા બધા વૈષ્ણવોને મળશે. આ કાર્યક્ર્મનું આયોજન શ્રી વલ્લભાચાર્ય ફાઉન્ડેશન રાજકોટ દ્વારા કરવામાં આવ્યું તો દરેક ધર્મ પ્રેમી વૈષ્ણવોને આ કાર્યક્ર્મમાં ઉપસ્થિત રહેવા આયોજકોનો અનુરોધ છે.