રાજકોટમાં અનેક જગ્યાએ ખોદાઇ ગયેલા ખાડામાં વાહનો ફસાતા હોય છે. શહેરમાં અનેક જગ્યાએ કોર્પો. દ્વારા પાઇપલાઇનના ખોદકામ ચાલે છે ત્યાંથી વાહનોને નીકળવું મુશ્કેલ પડે છે. આવી જ રીતે સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોકમાં ખોદાયેલા રસ્તામાં વ્હેલી સવારે માલ ભરેલો એક ટ્રક ખૂંપી ગયો હતો. આ ટ્રકના ટાયર રોડ અંદર ઘુસી જતા ટ્રક બહાર નીકળી શકે તેમજ ન હતો. બપોરે મહામહેનતે અન્ય વાહનોની મદદથી આ ટ્રક બહાર કાઢવો પડયો હતો. ખોદકામ બાદ યોગ્ય પુરાણ થતું ન હોવાના કારણે ચોમાસામાં કેવી હાલત સર્જાશે તેનો અંદાજ આવે છે.