રાજકોટના પરાબજારમાં પૈસા આપવાની ના પાડતા ફ્રૂટના વેપારીને ધારીયા અને છરીના ઘા ઝીંકાયા હતા. ભગવતીપરામાં રહેતા મૂળ સુરેન્દ્રનગરના ફ્રૂટના ધંધાર્થી રમજાન વોમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સામાપક્ષે દૂધસાગર રોડ દસ ઓરડીમાં રહેતો અને ફ્રૂટનો વેપાર કરતો અબ્દુલ કાદર પણ રમજાને છરીથી હુમલો કર્યાંના આક્ષેપ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. આ અંગે એ ડિવિઝન પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.