રાજકોટના ધર્મેન્દ્ર રોડ, પરાબજાર, ગરેડિયા કૂવા રોડ સહિતના વિસ્તારોમાં પાથરણાવાળા લોકોનો અનહદ ત્રાસ છે તેની સમસ્યામાંથી વેપારીઓને છુટકારો નથી મળ્યો ત્યા હવે પોલીસની દાદાગીરીનો ભોગ બનવું પડી રહ્યું છે શહેરના ધર્મેન્દ્ર રોડ ઉપરથી સવારે ટ્રાફિક પોલીસે મનપા સાથે મળી વેપારીઓ તેમજ ખરીદી કરવા આવેલા ગ્રાહકોના વાહનો ટોઇંગ કરવાનું શરૂ કરતાં વેપારીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે વેપારીઓએ રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે પોલીસ અને મનપા અમારું માને છે પરંતુ આજે જે બનાવ બન્યો છે તેની અમે નિંદા કરીએ છીએ જોહુકમી ચલાવી રહ્યા છે જો આવું બને તો અમારે ત્યાં ખરીદી કરવા કોઈ આવશે નહીં અને ધંધા પડી ભાંગશે ત્યારે તંત્રની આંખ ઉઘાડવા તમામ 8 વેપારી એસોસીએસન એક થઈને તમામ બજારો બંધ રાખવાનો નિર્ણય લીધો હતો અને બપોરના બે વાગ્યા સુધી ધંધા રોજગાર બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો આ ત્રાસ બંધ નહીં થાય તો આગામી દિવસોમાં ઉચ્ચ સ્તરે ઉગ્ર રજૂઆત કરવાની તૈયારી પણ દર્શાવાઈ છે.