રાજકોટના દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર ખાનગી બસો તેમજ હેવી વાહનોને પ્રવેશબંધી અંગે પાંચ માસ પૂર્વે પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું જેમાં અનેક રજૂઆત બાદ થોડો સમય માટે આ જાહેરનામું મુલતવી રાખવામાં આવ્યું હતું હવે ફરી આ જાહેરનામાની કડક અમલવારી કરાવવામાં આવે અને સવારના નવથી રાત્રિના નવ સુધી તમામ ખાનગી બસોને પ્રવેશ ન આપવો તેવી ટ્રાફિક પોલીસને સૂચના આપવા અને તેનો અમલ કરાવવા જણાવાયું છે તો બીજી તરફ રાજકોટ ટ્રાવેલ્સ એસોસિએશન સાથે સંકડાયેલા ટ્રાવેલ્સ સંચાલકો આ નિર્ણયથી નારાજ થયા છે પ્રમુખએ જણાવ્યું હતું કે દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર ટ્રાફિક થતો હોવાના બહાના હેઠળ આ જાહેરનામા અંતર્ગત ખોટી રીતે કનડગત કરવામાં આવી રહ્યા છે અમારા 20થી 25 બસ સંચાલકોને જાણી જોઈને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.