રાજકોટના થોરાળા પોલીસ મથકનો સ્ટાફ દારૂ-જુગારની રેડ કરવા ગયો ત્યારે ટોળું એકઠું થઈ ગયું હતું અને અમારા વિસ્તારમાં જ કેમ દારૂ-જુગારની રેડ કરો છો તેમ કહી ધમાલ મચાવી હતી અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને પોલીસને પણ ગાળો ભાંડી બાનમાં લેતા મામલો તંગ બન્યો હતો પરિસ્થિતિ વધુ વણસે તે પૂર્વે વધારાનો પોલીસ સ્ટાફ બોલાવાયો હતો દરમિયાન પોલીસે ગોપાલ ઉર્ફે મીઠીયો, મનીષા ઉર્ફે મુનિ, નિલેશ ઉર્ફે ડોઢીયો, રવિ કાઠી સહિતના 25 શખ્સોના ટોળાં સામે કાવતરું, રાયોટિંગ, ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી 10 જેટલા શખ્સોની ધરપકડ કરી હતી.