રાજકોટના ત્રંબામાં આવેલ પવિત્ર યાત્રા ધામ તરિકે પ્રખ્યાત ત્રિવેણી સંગમ ખાતે આજે ઋષિ પાંચમનો લોક મેળો યોજાયો જેમા હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી. તેમજ ત્રંબામાં આવેલ ત્રિવેણી નદી માં રૂચી પાંચમ ના દિવસે ત્રણ વાર સ્નાન કરવાનુ મહત્વ હોય છે ત્યારે આ મેળામાં હજારો ની સંખ્યામાં મહિલાઓ આવે છે અને ત્રણ વખત સ્નાન કરી પુણૅનુ ભાથુ બાંધે છે તેમજ પિપળે પાણી રેળીને પિત્રુ મોક્ષપ્રાપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. આ સાથે ત્યાં આવેલ મહિલાઓને કાનુળા મિત્ર મંડળ રાજકોટ દ્વારા દરેક લોકોને વિના મૂલ્યે ફરાળી પ્રશાદ જમાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત વરસાદ ખેંચાતા નદિમાં ન્હાવાના પાણી પણ સુકાય ગયુ હતું જ્યારે ગામ લોકોએ મંત્રી શ્રી કુવરજીભાઇ બાવળિયા ને રજુઆત કરતા રાતો રાત નદિ નર્મદા નિર અપાવ્યા હાલ નર્મદા નીરમા હજારો મહિલાઓ સ્નાન કરી રહ્યા છે
જી એન જાદવ ત્રંબા પત્રકાર