રાજકોટ તાલુકાના તરઘડિયા ગામે રહેતા આઠ થી દસ ખેડૂત પરિવારો પોલીસ કમિશનર કચેરીય રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. જેમાં તરઘડીયા ગામે ખેડૂતે જમીન લીધી હોવાથી બંને તરફના ગાડદીયા માર્ગને ત્રણ-ત્રણ ફૂટ પોળો કરી નાખતા આઠથી દસ ખેડૂત પરિવારોને લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાની વાત કરી હતી. જેને લઈને એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરી હતી પરંતુ કડક કાર્યવાહી નહીં થતાં પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તેમજ તરઘડીયા ગામ ખાતે આવારા તત્વોનો જે ત્રાસ વધી રહ્યો છે તેને લઈને કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ તેમને કરી હતી. જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો તે સ્થળ ઉપર ખેડૂત પરિવારો આત્મા વિલોપન કરશે તે પ્રકારની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી હતી.