રાજકોટ મહાગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે યોજાનાર રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શહેરના વિવિધ વિસ્તારોમાં લાઇવ દર્શાવશે. જેના માટે મનપા દ્વારા શહેરના 18 વોર્ડમાં LED સ્ક્રીન મુકવામાં આવશે. તેમજ વૃધ્ધો અને જે લોકો ઙા રહી શકતા નથી તેમના માટે અહીં બેઠક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે.