ટેબલટેનિસમાં ભારતને ચીનમાં પ્રેઝેન્ટ કરવા માટે ભારતમાંથી 5 જણાની ટીમ બનાવવામાં આવી છે. જેમાં ગુજરાતમાંથી 3 વિધ્યાર્થીઓની પસંદગી થઈ છે અને તેમાં પણ 1 વિધ્યાર્થી રાજકોટનો છે. જેમાં રાજકોટના જૈનીલ મહેતાની ટેબલટેનિસમાં ભારતને ચીનમાં પ્રેઝેન્ટ કરવામાં પસંદગી થતાં તેના પરિવારમાં ખૂબજ ખુશીને લાગણી જોવ મળી હતી. તેમજ તેના પરિવારે અને તેના કોચે ગર્વની લાગણી અનુભવી હતી.