એક બાજુ સમગ્ર વિશ્વ ક્રિસ્મસ ફેસ્ટિવલમાં પાર્ટી કરી ઉજવણી કરી રહ્યું છે ત્યારે બીજી બાજુ સનાતન સંસ્કૃતિ સાથે વળગેલા હિન્દુ સંગઠનો પશ્ચિમી સંસ્કૃતિ થી ભારતના યુવાનોને દૂર કરવા પ્રયાસ કરી રહ્યા છે. રાજકોટમાં આજે 25 ડિસેમ્બર એટલે કે ક્રિસ્મસ ડે ના હિન્દુ સ્વરાજ સંગઠન તથા ચમત્કારીક હનુમાન મંદિરના સંયુક્ત ઉપક્રમે રાજકોટના ચમત્કારીક હનુમાનજી મંદિરે તુલસીના છોડવાનું વિતરણ કરી બાળકો અને યુવા વર્ ને તુલસી ના ફાયદા વિશે માહિતગાર કરાવ્યા. છેલ્લા 5 વર્ષથી હિંદુત્વ ને વળગેલી કેટલાક સંગઠન 25 ડિસેમ્બરે તુલસી વિતરણ નો કાર્યક્રમ યોજી યુવા વર્ગને ભારતીય સંસ્કૃતિ વિશે માહિતી આપી પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણથી પરત ફેરવવા પ્રયત્ન કરી રહ્યા છે.
રાજકોટના ચમત્કારીક હનુમાનજી મંદિરે તુલસીના છોડવાનું કરાયું વિતરણ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -