રાજકોટમાં દુષ્કર્મ અને છેડતી સહિતના ગુનાઓમાં દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે શહેરની ભાગોળે ગોંડલ રોડ ઉપર આવેલ એક વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની ત્રણ વર્ષની દીકરી ગઈકાલે બહાર રમતી હતી અને ઘરે આવ્યા બાદ પેટમાં દુખે છે તેવી ફરિયાદ કરતાં માતાએ ચેક કરતાં ગુપ્તાંગમાં લોહી નીકળતું હોય જેથી દીકરીને પૂછતાં આ જ વિસ્તારમાં રહેતા અને કટલેરીની વસ્તુ વેચતા યુપીના રામચંદ્ર રામબિરોઝ પાસવાન ઉ.55એ તેળ લગાડી ઇજા કર્યાનું જણાવતા પતિને બોલાવી હોસ્પિટલે ખસેડતા તેણી સાથે દુષ્કર્મ થયાનું જાણવા મળ્યું હતું બનાવને પગલે આજી ડેમ પોલીસ દુષ્કર્મ, પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી હવસખોર ઢગાને દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું તેના ત્રણ બાળકો સહિત પરિવાર વતનમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે.