રાજકોટના ગોંડલ ચોકડી નજીક ગઈકાલે મોડી રાત્રે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ગોંડલ ચોકડીનો પૂલ ઉતરતા ટ્રક, બસ અને ડમ્પર વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સિમેન્ટ ભરેલો ટ્રક હાઇવે ઉપર જ પલટી ખાઈ ગયું હતું. આ ઘટનામાં ટ્રક ચાલકને સામાન્ય ઇજા પહોંચતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ ગંભીર જાનહાનિ થઇ ન હતી. પરંતુ રાત્રિના સમયે હાઇવે ઉપર ટ્રક પલટી જતા ટ્રાફિકજામ સર્જાયો હતો. રાત્રે 2:30 વાગ્યા આસપાસ ડમ્પર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત થયો હતો. આ દરમિયાન સિમેન્ટની બોરીઓ ભરીને ટ્રક ધસી આવ્યું હતું અને બેકાબુ બનેલું ટ્રક પલટી ખાઈ ગયું હતું. અકસ્માત થતા ખાનગી બસમાં સવાર મુસાફરો પણ ડરી ગયા હતા. ઘટના બાદ વહેલી સવારે પોલીસને અકસ્માત અંગે જાણ કરવામાં આવી હતી. જે બાદ આજીડેમ પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી અને રસ્તા પર પડેલા ટ્રકને સાઈડમાં ખસેડી ટ્રાફિક પૂર્વવત કર્યો હતો.
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -