રાજકોટના ગોંડલમાં અનિડામાંથી ટેક હોમ રાશન બારોબાર વેચાણની ગેરરીતી સામે આવતા જિલ્લા વિકાસ અધિકરી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં જવાબદાર ત્રણેય મહિલા આંગણવાડી કર્મચારીઓને છૂટા કરાયા હતા તેમજ અનાજનો જથ્થો પહોંચાડનાર રીક્ષા ચાલક સહિત તમામ સામે ફરિયાદ પણ નોંધાઈ હતી. આ સાથે અનીડા આંગણવાડી લાભાર્થીની ખોટી સહીઓ થયેલી જોવા મળી હતી. તેમજ આંગણવાડીમાં કામ કરતી જવાબદાર ત્રણેય મહિલાઓ ની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા ખુલાસો થતાં જવાબદાર મહિલાઓએ બારોબાર અનાજ વેચી નાખતી હોવાનું સામે આવ્યું હતું.