મૂળ એમપીની અને હાલ બે માસથી ખોડિયારપરામાં રૂમ ભાડે રાખી મજૂરીકામ કરતી અંજલીબેન પુશપેન્દ્ર આહિરવાર ઉ.30ને તેનો જ પતિ પુશપેન્દ્ર કરિયાભાઈ આહિરવાર ગત રાત્રે માથામાં છરી ઝીકિ હત્યા કરી નાસી ગયો હતો નજીકમાં રહેતી બહેન નીતા સવારે ઉઠાડવા ગઈ ત્યારે દરવાજો ખોલીને જોતાં બહેન માથે ઓઢણી ઓઢેલી હોય જે ખસેડતા બહેનને લોહીલુહાણ હાલતમાં જોઈ દેકારો કરતાં પરિવારજનો દોડી આવ્યા હતા થોરાળા પોલીસ મથકના પીઆઇ એલ કે જેઠવા સહિતના સ્ટાફે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડી હત્યારા પતિની શોધખોળ હાથ ધરી હતી. અંજલી બે માસથી રાજકોટ આવી કામ કરે છે જ્યારે તેનો પતિ વતનમાં જ રહેતો અને કોઈ કામ ધંધો કરતો ન હતી પત્ની કામ કરતી હોય તે પત્ની પાસેથી પૈસા પડાવી લેતો હતો 1 તારીખ નજીક આવતા પતિ પુશપેન્દ્ર સોમવારે રાજકોટ આવ્યો હતો ગત રાત્રે પત્ની બાબાની કથામાંથી પરત આવી ત્યારે પત્ની પાસે પૈસા માંગ્યા હતા પરંતુ પત્નીએ મારે પણ ઘરખર્ચ માટે પૈસાની જરૂર હોય પૈસાની ના પાડતા ઝઘડો કરી માથામાં છરી ઝીકિ હત્યા કરી નાસી છૂટયો હતો માતાના મોતથી દોઢ વર્ષનો પૂત્ર પ્રિયાંશુ માતા વિહોણો બન્યો છે.