રાજકોટના કોટડાસાંગાણીમાં દલિત યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. યુવકે આપઘાતનો પ્રયાસ કર્યા બાદ સારવારમાં પરિવારને જણાવ્યું હતું કે, તેને આ પગલું કોટડાસાંગાણી પોલીસ મથકના કોન્સ્ટેબલ અશોક ડાંગરના ત્રાસથી ભર્યું છે. જેમનો વિડીયો પણ વાયરલ થયો છે. બાદમાં તેમનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું. તેમજ બનાવ અંગે જાણ થતાં કોટડાસાંગાણી પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે પરિવારજનોએ જ્યાં સુધી તેમના પુત્રને મરવા મજબુર કરનાર પોલીસ કર્મી સામે ગુનો ન નોંધાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.