રાજકોટની વોરા સોસાયટી પાછળ કૃષ્ણનગર શેરી નં.6 માં રહેતાં બેંકના કર્મચારીના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ કબાટની તિજોરીમાંથી રોકડ અને સોના ચાંદીના દાગીના મળી રૂ.3.42 લાખનો મુદ્દામાલ ચોરી કરી નાસી છૂટ્યાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ મથકે નોંધાઈ હતી. બનાવ અંગે ફરિયાદી નિરવભાઇ બિજલભાઇ વીરસોડીયા એ જણાવ્યું હતું કે, તેઓ મોટી ટાંકી ચોક પાસે આવેલ બેંક ઓફ ઇંડીયાની પંચનાથ શાખામાં નોકરી કરે છે અને તેના પિતા રીક્ષા ચલાવે છે. તેઓ બહારગામ ગ્યાં બાદ રાજકોટ પરત ફરતા મકાન ખોલી અંદર તપાસ કરતાં હોલ તથા બેડરૂમમાં રહેલ કબાટનો માલસામાન વેરવિખેર પડેલ હતો. જેમાં રાખેલ રોકડ રૂ.1.50 લાખ, બે તોલા સોનાનો હાર રૂ. એક લાખ ત્રણ જોડી સોનાની બુટી રૂ.52 હજાર, ત્રણ સોનાના નાકના દાણા રૂ.13 હજાર, ચાંદીના સેટ બે રૂ.8 હજાર ત્રણ જોડી ચાંદીના સાંકળા રૂ.8 હજાર પગમાં પહેરવાના જેની આશરે કિંમત 8, હજાર, ચાંદીની હાથમાં પહેરવાની પોંચી રૂ. એક હજાર અને જંજરી રૂ. દસ હજાર મળી રૂ.3.42 લાખનો મુદ્દામાલ કબાટની તિજોરીમાંથી ગાયબ હતો.