રાજકોટમાં મૂકબધિરનો ઢોંગ કરી ઘરફોડ ચોરીને અંજામ આપતા મૂળ તમિલનાડુના હાલ ખોડિયારનગરમાં રહેતા સરવનન ગોવિંદન નામના શખસને એલસીબીએ દબોચી લીધા બાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો રિમાન્ડ પૂરા થતાં હોય શનિવારે જમાદાર ઉપેન્દ્રસિહ ઝાલાએ લોકઅપમાંથી બહાર કાઢી સીડી ઉપર બેસાડયો હતો ત્યારે જ નજર ચૂકવી આરોપી પોલીસ સ્ટેશનના ત્રીજા માળે પહોંચી પાઇપ મારફત ઉતરી ભાગી જતાં ચકચાર મચી ગઈ હતી આ બનાવમાં ફરિયાદ નોંધાયા બાદ એસીપી ચૌધરીએ તપાસ કરી હતી અને રિપોર્ટ પોલીસ કમિશનરને સુપ્રત કરતાં સીપી રાજૂ ભાર્ગવએ બેદરકારી સબબ જમાદાર ઉપેન્દ્રસિહને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.