37.8 C
Ahmedabad
Saturday, May 31, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટના એરપોર્ટ રોડ પર લુખ્ખા તત્વોનો આતંક: મોબાઈલ શોપમાં તોડફોડ


રાજકોટના  એરપોર્ટ રોડ પર આવેલી એક મોબાઈલ શોપના બોર્ડ અને બેનરોને લુખ્ખા તત્વો દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા અને રોડ ઉપર ફેંકી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, આ ઘટનાના આગલી રાત્રે પણ આ જ દુકાન પાસે કાચની બોટલો ફોડીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ ઘટના રાત્રે આશરે ૩:૩૦ વાગ્યાની આસપાસ બની હોવાનું જાણવા મળ્યું છે.સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, ચાર શખ્સો બે બાઈક પર આવે છે અને દુકાનને નિશાન બનાવી તોડફોડ કરે છે. આવી ઘટનાઓ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કરે છે. વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે, કારણ કે રાત્રિના સમયે આવા લુખ્ખા તત્વો બેફામ બની રહ્યા છે. આ ઘટના અંગે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી છે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -