33.7 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટના ઇ એન્ડ ટી સર્જન ડૉક્ટર હિમાંશુ ઠક્કરએ આગવી કુનેહથી નાકમાં પ્રસરતા મસાનું સફળ ઓપરેશન કરી દર્દીને યાતનામાંથી મુક્તિ અપાવી


રાજકોટના વતની લલિતભાઈ વાઘેલા છેલ્લા ચાર છ મહિનાથી શરદી નાક બંધ થઈ જવું વિગેરે તકલીફથી પીડાતા હતા ત્યારે તેઓએ રાજકોટ વિદ્યાનગર રોડ સ્થિત ઈ એન્ટી સર્જન ડૉ હિમાંશુ ઠક્કરની ઠક્કર હોસ્પિટલ ખાતે નિદાન કરાવવા જતા ડૉ હિમાંશુ ઠક્કરે નાકની દૂરબીન વડે તપાસ કરતાં માલૂમ પડયું કે દર્દીના જમણા નાકમાં છેક ઊંડે સુધી એક મસો હતો અને તે આગળ નાકના છિદ્રથી શરૂ થઈ છેક નાકની પાછળ તાળવા સુધી પહોંચી ગયો હતો સિટી સ્કેન કરાવતા માલૂમ પડયું કે તે મસો જમણી બાજુએ સાયનસ અને નાકની જગ્યામા પ્રસરી ગયેલ છે. ડૉ હિમાંશુ ઠક્કરે દર્દીને ઓપરેશન માટે સમજાવી દૂરબીન Endoscope અને કેમેરા વડે  સ્પેશિયલ મશિન માઇક્રો દેબરાઈડર વડે ખૂબજ કુનેહપૂર્વક કોઈ પણ જાતના ચેકા ટાંકા વગર 8 સેન્ટિમીટર જેટલો મોટો મસો કાઢી આપી દર્દીને યાતનામાંથી મુક્ત કર્યા હતા આ તબક્કે દર્દી અને તેના સગા સંબંધીઓએ ડૉ હિમાંશુ ઠક્કરનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો

 

ડૉ ઠક્કરના જણાવ્યા મુજબ આ એક અનોખો કેસ હતો કેમ કે આટલો મોટો મસો આંખ અને મગજ સુધી પ્રસરી શકે અને કાઢતી વખતે પણ ખૂબજ ધ્યાન રાખવું પડે કેમકે નાકના નાના છિદ્ર માંથી દૂરબીન વડે કાઢતી વખતે complications થવાની શક્યતા રહેલી હોય છે પરંતુ કોઈપણ જાતની તકલીફ વગર ઓપરેશન પાર પાડવામા અવેલા છે અને દર્દીને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવાઇ છે

શહેરના વિધ્યાનગર મેઇન રોડ ઉપર લાઈફ લાઇન બિલ્ડિંગમાં ડૉ. ઠક્કર નામે હોસ્પિટલ ધરાવતા ડૉ હિમાંશુ ઠક્કરના જણાવ્યા મુજબ શરદી કફ જેવી સમસ્યાઓને અવગણવી ન જોઈએ અને વહેલી તકે નિષ્ણાત ડૉક્ટર પાસે તપાસ કરાવવી જોઇએ.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -