રાજકોટથી 34 કિલોમીટર દૂર બનેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ કે જે હજુ પ્રોપર બન્યું પણ નથી હજુ ત્યાં કામ ચાલુ છે તેમ છતાં જુલાઇ મહિનામાં પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું મહત્વની વાત એ છે કે આ અધૂરા પ્રોજેક્ટના લોકાર્પણ પાછળ તંત્રએ 11.46 કરોડનો તોતિંગ ખર્ચ કરી નાખ્યો હતો જેમા પ્રજાના પૈસાનો બેફામ વેળફાટ થયાનું જાણવા મળ્યું છે સીએમ પીએમ માટે બનાવેલ વીઆઇપી ડોમ પાછળ 87 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે ગ્રીન રૂમ પાછળ 87 લાખનો ખર્ચ કર્યાનું કલેકટર તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે જ્યારે આધુનિક ડોમ અને મંડપ પાછળ અધધધ 5.58 કરોડ રૂપિયાનું આંધણ કારવમાં આવ્યું છે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં પરફોર્મ કરનાર કલાકારોને પણ લાખો રૂપિયા આપવામાં આવ્યા છે છેવાડાના માનવી સુધી સભા દેખાય અને સંભળાય તે માટે 8 આધુનિક એલઇડી સ્ક્રીન મૂકવામાં આવી હતી જેનો ખર્ચ પણ 36.81 લાખ રૂપિયા આંકવામાં આવ્યો છે રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા બિલની તમામ ખર્ચના બિલો એકત્રિત કરીને સિવિલ એવિએશનને મોકલી દેવામાં આવ્યા છે અને તેની ઉઘરાણી શરૂ કરાઇ છે.