રાજકોટના આણંદપર નીકાવા ખાતે ભુવાને વિજ્ઞાન જાથા દ્વારા પકડવામાં આવ્યાં હતા. જે અંગે ટંકારિયા કુટુંબનાં સદસ્યો દ્વારા કલેકટર કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ તેઓએ આવેદાન પત્ર પણ પાઠવ્યું હતું જેમાં તેઓએ જણાવ્યું હતું કે ટંકારીયા પરીવારની ધાર્મિક વીધી દરમીયાન વિજ્ઞાન જાથા રાજકોટ દ્વારા અતિશયોક્તિ થી ભુવને પકડવામાં આવ્યા હતા. જેથી ટંકારીયા પરીવાર તેમજ સમાજની ધાર્મીક લાગણીને ઠેસ પહોંચી હતી. તેમજ તેમના દ્વારા બોલાવવામાં આવેલ ભૂવાઓએ એક પણ પ્રકારની રૂપિયાની માંગણી કરી ન હોવાની જાણ પણ કરવામાં આવી હતી. આ સાથે ભુવાને છોડી દેવાની માંગ પણ કરવામાં આવી હતી.