રાજકોટના આજી જીઆઇડીસી વિસ્તારમાં આવેલી કમાણી એન્ડ કંપની નામની કાસ્ટીંગ ઇન્ડસ્ટ્રીઝમાં ચડ્ડી બનીયાનધારી ચોર ત્રાટક્યા હતા. તેમજ ઓફિસની બારીની ગ્રીલ તોડી રૂ. પંદર લાખની રોકડ ચોરી કરતી હતી. જ્યારે બનાવી જાણ પોલીસને થતા થોરાળા પીઆઇ ભાર્ગવ એમ. ઝણકાત અને ડી. સ્ટાફની ટીમે પહોંચી આ મામલે વધુ કાર્યવાહી કરી હતી. જ્યારે વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવતા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.