રાજકોટનાં વોર્ડ નં.3ના રેલનગર બ્રિજમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ લાવવા મહાપાલિકાએ તેનું રિપેરિંગ કામ શરૂ કર્યું હતું. અઢી મહિના પહેલા 62 લાખના ખર્ચે ટેકનિકલ વોટર પ્રૂફિંગ કામ શરૂ કરાયું હતું. આ કામને લઈ બ્રિજ લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો. જેને લઈને આ વિસ્તારમાં રહેતા હજારો વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી હતી. જોકે, આ અંડરબ્રિજનું નવીનીકરણ પૂર્ણ થતાં આજે નવા રંગરૂપ અને સુંદર ચિત્રકામ સાથે આ બ્રિજને ફરીથી ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો. લખો લોકોને હવે પોપટપરા કે માધાપર ચોકડી સુધી ફરવા જવું નહીં પડે.