રાજકોટનાં કૈલાશધામ આશ્રમ જગન્નાથ મંદિરના મહંત ત્યાગી મનમોહનદાસજી અને ગુરૂ રામકિશોરદાસજીબાપુના વડપણ હેઠળ છેલ્લા 14 વર્ષ થી અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળે છે. તેવી રીતે આ વર્ષે પણ આગામી તા. 20 જૂનના રોજ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા તેમજ ભાઇ બલરામજીની ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે. જે અંતર્ગત આજે સાંજે 5 વાગ્યે કળશયાત્રા યોજાઈ હતી. જેમાં 108 બહેનો માથે કળશ લઈ વાજતે-ગાજતે કુવામાંથી પાણી ભરવા નીકળી હતી. તેમજ આગામી તા. 19 જૂને આ જળથી ભગવાનનો અભિષેક કરાશે. અને તા. 20 જૂને ભવ્ય શોભાયાત્રા નિકળશે.