રાજકોટ આરટીઓ કચેરી દ્વારા ગત નવેમ્બર માસમાં કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન ઓવરલોડ વાહનો તેમજ બેફામ સ્પીડે વાહન ચલાવતા જ લોકો સહિતના સામે કાર્યવાહી કરી હોય તેમ અલગ અલગ નિયમોના ભંગ બદલ 799 કેસ કરવામાં આવ્યા હતા. જેમાં રૂ. 40.71 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.રાજકોટ આરટીઓ કચેરી દ્વારા અલગ અલગ નિયમોના ભંગ બદલ કરવામાં આવેલા કેસોમાં બેફામ સ્પીડે વાહન ચલાવતા 131 તો ભયજનક રીતે વાહન ચલાવતા 13 વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઓવરલોડ વાહનોના 134, સીટ બેલ્ટ, હેલ્મેટ ન પહેરતા તેમજ મોબાઈલ પર વાત કરતા વાહનચાલકો સહિત 87 કેસ એક માસમાં નોંધાયા હતા. સાથે જ રિફ્લેક્ટેડ, રેડિયમ પટ્ટીના 60, થર્ડ પાર્ટી વિમા વિનાના 34, પીયુસી વિનાના 64 તો ફિટનેસ વિના વાહન ચલાવનારા 46 ઝડપાય ગયા હતા.
રાજકોટ:એક માસમાં ઓવરલોડ વાહનો, બેફામ વાહન ચાલકો ને દંડ, 799 લોકો ને રૂ.40.71 લાખનો દંડ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -