25.2 C
Ahmedabad
Monday, May 5, 2025
spot_imgspot_imgspot_img

રઘુવંશી લોહાણા સમાજ દ્વારા સ્થાયી વરણી સમિતિની રચના કરવામાં આવી


રઘુવંશી લોહાણા સમાજ દ્વારા સમાજના સામાજિક, સમરસતા, ઉત્થાન, રોજગારી, અને શૈક્ષણિક વિકાસ અને રાજકીય નેતૃત્વ અને વિકાસના ધ્યેય સાથે સંગઠન નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. જ્યારે સ્થાયી વરણી સમિતિના સભ્યોએ સિટીન્યુઝની મુલાકાતે આવી જણાવ્યું હતું કે સ્થાયી વરણી સમિતિની રચના કરવામાં આવી છે જે અંતર્ગત હિતેન્દ્રભાઈ વડેરા, હિરેનભાઈ મશરુ, નીરવભાઈ રાયચૂરા , ગોપાલભાઈ ઉનડકટ,, પરેશભાઈ શિંગાળા, હિતેશભાઈ પંચમતીયા, સોનલબેન સોમૈયા, હેમાબેન રૂપારેલીયા આ સ્થાઈ સમિતિ દ્વારા સંસ્થાનું નામકરણ કરવામાં આવ્યું અને સંસ્થાના પ્રદેશ પ્રમુખ મયુરભાઈ નથવાણી અને વરિષ્ઠ ઉપપ્રમુખ મહેશભાઈ નગદીયાની વરણી કરવામાં આવી છે.  સંસ્થાના વૈચારિક બીજના દાતા નવયુવાનભાઈ, જયદીપભાઇ તન્ના અગ્રણી સંજયભાઈ પોપટ, સમાજ માટે હર હંમેશ તત્પર રહે છે સંસ્થા દ્વારા સામાજિક સમરસતા એટલે સમાજમાં કોઈપણ જાતના ભેવ ભેદભાવ વગર એકતા અને અખંડિતતા માટે હર હંમેશ પ્રયાસ કુટુંબમાં અને પરિવારમાં પ્રેમ આદર અને સન્માન કરવામાં આવે વિખરાયેલા પરિવારોને એક સંપતિ રહે તે માટે પ્રયત્ન તેમજ આરાધ્ય ભગવાન શ્રીરામ અને શ્રી જલારામ બાપાના આશીર્વાદથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -