રઘુવંશી મૈત્રી મહિલા મંડળ ગાંધીગ્રામ રાજકોટ દ્વારા ઓપન રાજકોટ મહિલા રમોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ રમોત્સવમાં લીબું ચમચી, ત્રી પગીદોડ, ગેમ્સ ઓફ બેલેન્સ, મ્યુઝિક ચેર સ્પર્ધા યોજાવામાં આવશે. જેના માટે રૂ.30 રજીસ્ટ્રેશન ફી પણ રાખવામાં આવી છે. જ્યારે આ સ્પર્ધામાં પ્રથમ, દ્રિતિય અને ત્રીજો ક્રમ મેળનાર સ્પર્ધકોને આકર્ષક ઇનામ પણ આપવામાં આવનાર છે. આ રમોત્સવની મુખ્ય વિશેષતા એ છે કે અહીં આવનાર તમામા બહેનોને નિશુલ્ક ડાયાબિટીશ, હિમોગ્લોબિન તેમજ બલ્ડ પ્રેશરની તપાસ કરી અપાશે. તેમજ જે મહિલાઓને હિમોગ્લોબિન ઓછુ હશે તેમને દવા પણ અહીંથી નિશુલ્ક આપવામાં આવશે. ત્યારે આ સમગ્ર કાર્યક્રમની મિરતો આપવા માટે આયોજકો આજે સીટી ન્યુઝની મુલાકાતે આવ્યા હતા.