આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની મજા માણવા માટે દર વર્ષે વિદેશથી કાઈટીસ્ટ આવતા હોય છે. ત્યારે આ વર્ષે પણ અમદાવાદ સહિત રાજ્યના બીજા શહેરોમાં પણ પતંગ ઉત્સવ યોજાઈ રહ્યો છે. ત્યારે આજે રંગીલા રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની ઉજવણી ગુજરાત ટુરિઝમ અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડમાં યોજવામાં આવી હતી જેમાં 8 દેશોના કાઈટીસ્ટ આવ્યા હતા. આ સાથે ભારતના અનેક રાજ્યોમાંથી પતંગ સ્પર્ધા માટે કાઈટીસ્ટ આવ્યા હતા. વિવિધ ડિઝાઈન, પેટર્ન અને કલરની પતંગો આકાશમાં છવાઈ હતી જેને નિહાળવા રાજકોટ વાસીઓ પહોંચ્યા હતા. આંતરાષ્ટ્રીય પતંગ ઉત્સવમાં દેશ વિદેશથી આવેલા કાઈટીસ્ટ ગરબાના તાલે ઝૂમ્યા હતા. મીડિયા સાથે વાત કરતા વિદેશી કાઈટીસ્ટ મોનિકા એ જણાવ્યું હતું કે ભારતમાં આવવાનો તેને મોકો મળ્યો તેનાથી તે ખુબ ખુશ છે. તેમાં પણ ગુજરાતી વાનગી ખાવાની તેને મજા આવી. વધુમાં તેને જણાવ્યું કે અહીં ની કાઈટ ફેસ્ટિવલની મજા કંઈક અલગ છે. પતંગ સ્વતંત્રતા અને વિશ્વ શાંતિનું પ્રતિક છે જેના કારણે તેને પતંગ ઉડાડવી બહુ ગમે છે. લોકોએ પતંગ ઉડાડી શાંતિ અને સ્વતંત્રતાનો સંદેશો આપવો જોઈએ.
રંગીલા રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની ઉજવણી, 8 દેશોના કાઈટીસ્ટ લીધો ભાગ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -