જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજકોટની આગવી ઓળખ સમાન જન્માષ્ટમીના ભવ્ય સાંસ્કળતિક લોકમેળાનું આયોજન કરવામાં આવશે. સંભવિત તા.૫ સપ્ટેમ્બર થી તા. ૯ સપ્ટેમ્બર સુધી પાંચ દિવસ સુધી રેસકોર્સ મેદાન ખાતે આ લોકમેળો યોજવામાં આવશે, જેના ઉપલક્ષમાં જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને લોકમેળા સમિતિઓના અધ્યક્ષ અને સહઅધ્યક્ષશ્રીઓની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રાંત અધિકારીશ્રી કે.જી ચૌધરીએ લોકમેળા સંકલન સમિતિ, અમલીકરણ સમિતિ, ડ્રો તથા હરરાજી સમિતિ, કાયદો વ્યવસ્થા, ટ્રાફિક તેમજ પાર્કિગ નિયમન સમિતિ સહિતની કુલ ૧૯ સમિતિઓની રૂપરેખા આપી હતી.તેમજ કલેકટરશ્રીએ સમિતિઓની કામગીરી અંગે ચર્ચા કરી ચુસ્ત આયોજન માટે સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચના આપી હતી. નાગરિકોના લાભાર્થે સી.સી.ટી.વી. કેમેરા, ફાયર સેફટી, આરોગ્ય સુવિધા, કંટ્રોલ રૂમ અને ઇમર્જન્સી હેલ્પલાઇન, સાઈન બોર્ડ વગેરે કામગીરી સારી રીતે થાય તે માટે કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. ઉપરાંત તેમણે ચોમાસાના સમયમાં ખાણીપીણીની ગુણવત્તા અંગે ખાસ તકેદારી રાખવા સૂચના આપી હતી. આ સાથે આ મિટિંગમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે.ખાચર, સમિતિઓના અધ્યક્ષશ્રીઓ અને સહ -અધ્યક્ષશ્રીઓ તેમજ સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રંગીલા રાજકોટના વાસીઓ માટે મેળાને લઈને આનંદના સમાચાર
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -