યાત્રાધામ દ્વારકામાં 7851933 સંખ્યામાં ભાવિકો એ ભગવાન દ્વારકાધીશ ને શિશ ઝુકાવ્યું. યાત્રાધામ દ્વારકામાં જાન્યુઆરી 2023 થી ડિસેમ્બર 2023 સુધી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા અંદાજીત રોજ 70 થી 80 હજારની સંખ્યામાં ભાવિકોએ દર્શન કર્યા. કૃષ્ણની પવિત્ર નગરી માં જાન્યુઆરી 2023 થી ડિસેમ્બર 2023 સુધી માં 7851933 કુલ સંખ્યા માં ભાવિકો એ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા. યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા દિવસેને દિવસે ભક્તોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. દેશભરમાંથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવતા ભક્તોને ભગવાન દ્વારકાધીશ પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા હોય જેથી દ્વારકાધીશ ધામમાં ભક્તો દિન પ્રતિદિન વધારાની સંખ્યામાં જોવા મળી રહ્યા છે.