યાત્રાધામ દ્વારકામાં દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે જિલ્લાના એસપી નિતેશ પાંડે દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ લોક દરબારમાં દ્વારકામાં આવેલ દરેક જ્ઞાતિના પ્રમુખો તેમજ દરેક ધંધાર્થીઓના એસોસિયેશન ના પ્રમુખ આગેવાનો તેમજ રૂપેણ બંદરના માછીમારી ભાઈઓના પ્રમુખ આગેવાનોની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો હતો. ત્યારે દરબારમાં દ્વારકાના વિવિધ આગેવાનોના પ્રશ્નોને સમસ્યાઓના નિરાકરણ માટે લોકોના વિવિધ પ્રશ્નોનો એસપી સાહેબને ધ્યાને સૂચન કરાયા હતા. જેમાં દ્વારકાધીશ મંદિર આસપાસ ગેરકાયદેસર પાર્કિંગ ફોર વીલરોને દૂર કરવામાં આવ્યા હતા. તેમજ જોધા માણેક રોડ થી મંદિર ચોક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ના પાર્કિંગો તેમજ ઓછા ભાડામાં ગેરકાયદેસર પાસિંગવારા લોકો ના ત્રાસ થી દૂર કરવામાં આવ્યા હતા. આ સાથે દ્વારકાધીશ જગત મંદિર આસપાસના વિસ્તારમાં પરપ્રાંતીયાઓ પોતાનો માલ સામાન ફેરી સ્વરૂપે વેચતા હોય છે અને ટ્રાફિકની સમસ્યા ઊભી કરે છે તે પણ દૂર કરવામાં આવા હતા. આ સાથે કાનદાસ બાપુ થી ભથાળ ચોક અને મંદિર ચોક વચ્ચેના વિસ્તારમાં ગેરકાયદેસર ફોરવીલરોના પાર્કિંગ કરી લોકો મંદિરે દર્શન કરવા જતા હોય છે ને ટ્રાફિક સમસ્યા ઊભી કરતા હોય છે તે પણ દૂર કરવા એસપીને સૂચન કરવામાં આવેલ હતા
અનિલ લાલ દ્વારકા