યાત્રાધામ દ્વારકામાં આવેલ વૈકુંઠધામ સ્મશાનમાં શ્રાવણ મહિનાની અમાસના રોજ બુધવાર નાઇટ ગૃપ દ્વારા રામનામ મંત્ર બોલવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું વૈકુંઠ ધામ સ્મશાનમાં સર્વે પિતૃ મોક્ષ પ્રાપ્તિ માટે શ્રી રામ જય રામ જય જય રામ મંત્ર રામધૂન પ્રેમીઓ દ્વારા મંત્રોચ્ચાર બોલવામાં આવ્યા હતા દ્વારકામાં આવેલ અખંડ રામ ધુન સંકીર્તન મંદિર બુધવાર નાઇટ ગૃપ દ્વારા છેલ્લા ધણાં વર્ષો થી શ્રાવણ મહિનાની અંતિમ અમાસના સ્મશાન હોલમાં રામ નામ મંત્ર બોલવામાં આવે છે વૈકુંઠધામ સ્મશાનમાં 42 ગામડા વચ્ચેના મૃત્યુ પામેલા આત્માઓને શાંતિ પ્રાપ્ત થાય તે ઉદ્દેશ્યથી રામનામ મંત્રનો જાપ શ્રાવણ મહિનાની અંતિમ અમાસના દિવસે રાત્રિના બોલવામાં આવે છે