પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આયુર્વેદ અને હોમીયોપેથીના પ્રચાર અને વિકાસ માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી જીલ્લા પંચાયતના કેમ્પસમાં ઔષધીનું ગાર્ડન બનાવીને રોગના પ્રિવેન્શન થઇ શકે તે માટે 20 જેટલી ઔષધિઓના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. આયુર્વેદ આદિ કાળથી રોગનો ઉતમ ઉપચાર કરે છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ આયુષ મંત્રાલયની સ્થાપના કરવામાં આવી છે તેમજ આયુર્વેદ અને હોમીયોપેથીનો ઉપચાર વધે અને લોકો આયુવેદથી રોગનો ઉપચાર કરે તે માટે અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે તો સમયાંતરે નિદાન કેમ્પ પણ યોજાઈ રહ્યા છે ત્યારે મોરબી જીલ્લા પંચાયતના ડીડીઓ ડી ડી જાડેજા દ્વારા પહેલ કરવામ આવી છે જેમાં પરંપરાગત ઔષધિઓનો વ્યાપ વધે તે માટે આયુષ વિભાગ સતત પ્રયત્નશીલ છે. જે અંતર્ગત જિલ્લા પંચાયતના કેમ્પસમાં 20 જેટલા ઔષધિય છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. જેની દેખરેખ અહીંના આયુષ તબીબો દ્વારા જ રાખવામાં આવ્યા છે અને અહીં ઔષધિઓ ઊગી ગયા બાદ લોકો તેનો ઉપયોગ પણ કરી શકશે.