મોરબીમાં સ્પાની આડમાં દેહ વ્યાપારની ગેરકાયદેસર પ્રવૃતિઓ ધમધમતી હોય જોકે પોલીસને આ વાતની ખબર જ ના હતી રવિવારે ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાએ આ બાબતે ટકોર કરી હતી અને પોતાના વિડીયો સંદેશમાં તેઓએ સ્પાની આડમાં ગેરકાયદે પ્રવૃતિઓ અંગે વાત કરી પોલીસને કાર્યવાહી કરવા સુચના આપી હતી ત્યારે પોલીસને તુરંત સ્પાની આડમાં ખોટા ધંધા થતા હોવાનું બ્રહ્મજ્ઞાન થઇ ગયું હતું રવિવારે ધારાસભ્યના વિડીયો બાદ 2 દિવસ વીત્યા નથી ત્યારે સ્પામાં રેડ કરવામાં આવી હતી અને ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર ત્રણ ઇસમોને પણ ઝડપી લેવામાં આવ્યા છે મોરબીના લખધીરપુર રોડ પર રિજેનટા હોટેલ પાસે આવેલ ટોકિયો સ્પામાં પોલીસ ટીમે રેડ કરી હતી જેમાં સ્થળ પરથી સ્પા સંચાલક વિપુલ રામાશ્રય પાંડે, સાગર મનસુખભાઈ સારલા અને જીવણ બચુભાઈ ચાવડાને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ રકમ, ચાર મોબાઈલ સહીત કુલ રૂ ૧૬,૧૫૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છેઆરોપી વિપુલ પાંડે સ્પા સંચાલક છે જયારે આરોપી સાગર સારલા અને જીવણ ચાવડા બંને સ્પામાં નોકરી કરતા હતા જે આરોપીઓ ગ્રાહક શોધવાનું કામ કરતા હતા સ્પાની આડમાં દેહ વ્યાપારનો ગોરખધંધો કરનાર ત્રણેય ઈસમો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી રહ્યા છે