ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનો વેપલો બેફામ જોવા મળે છે તો હવે યુવાનોને નશાના રવાડે ચડાવવા માટે અલગ અલગ આયુર્વેદિક સીરપના નામે નશીલા દ્રવ્યોનું વેચાણ વધી રહ્યું છે જેમાં મોરબીના સાપર ગામની સીમમાં બે અલગ અલગ સ્થળે મોરબી તાલુકા પોલીસની ટીમે દરોડા પાડીને બે દુકાને થી ૯૭૬ બોટલનો જથ્થો ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પ્રથમ બનાવમાં મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ, શ્રીરામ પ્લાઝા ડીલક્ષ નામની પાનની દુકાનમાં નશીલા આયુર્વેદિક સીરપનું વેચાણ થતું હોવાની બાતમી મળતા મોરબી તાલુકા પોલીસ ટીમે રેડ કરી હતી જેમાં પાનની દુકાનમાંથી ગેરકાયદેસર નશીલી આયુર્વેદિક શિરપની અલગ અલગ બનાવટની બોટલ નંગ ૧૩૬ મળી આવતા પોલીસે ૨૦,૪૦૦ નોં જથ્થો જપ્ત કર્યો હતો અને જથ્થો રાખી વેચાણ કરનાર આરોપી દિનેશ લાલજી મેવાડા રહે ખાખરેચી વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. તો બીજા બનાવમાં મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સપાર ગામની સીમમાં ક્રિષ્ના કિરાણા નામની દુકાનમાં નશીલી આયુર્વેદિક શિરપનો જથ્થો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જેમાં દુકાનમાંથી ગેરકાયદેસર નશીલી આયુર્વેદિક શિરપની કુલ બોટલ નંગ ૮૪૦ કીમત રૂ ૧,૨૬,૦૦૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને જથ્થો રાખી વેચાણ કરનાર વિક્રમસિંહ સુરેશસિંહ જાડેજા રહે ત્રિલોકધામ મંદિર પાછળ કુબેર સોસાયટી મોરબી વાળા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે